ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રી ગઢીયા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા

પાલનપુરના ગઢ ગામના શ્રી ગઢીયા પાર્શ્વનાથ જૈન મૂર્તિપૂજક સંઘ દ્વારા સંચાલિત પવિત્ર જૈન દેરાસરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રી ગઢીયા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ફિલ્મ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે, પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, વિમળા વિદ્યાલય, ગઢના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગઢના વતની અને મુંબઈથી પ્રસિધ્ધ થતા પારસમણી સાપ્તાહિકના તંત્રી જયંતીલાલ શાહે ઉપસ્થિત મહાનુભાવોને જૈન દેરાસર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ટિપ્પણીઓ

ALSO READ

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા. ૧૨.૦૩.૨૦૨૩

ધી મેસેજ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ તા.૧૭.૧૨.૨૨

ધી મેસેજ દૈનિકનો ૨૪માં વર્ષમાં પ્રવેશ