ધી મેસેજ દૈનિક, પાલનપુર સોશ્યલ મીડિયા આવૃત્તિ
જૈન સમાજમાં જાગૃતિ લાવતા પારસમણિના પર્યુષણ અંકનું વિમોચન
સમાજને જાગૃત રાખવાનું કાર્ય પત્રકારો જ કરી શકે: પ. પૂ. ગચ્છગણીની મારવાડ જ્યોતિ સૂર્યપ્રકાશશ્રીજી મ.સા.
સમાજને જાગૃત રાખવાનું કાર્ય પત્રકારો જ કરી શકે: પ. પૂ. ગચ્છગણીની મારવાડ જ્યોતિ સૂર્યપ્રકાશશ્રીજી મ.સા.
શ્રી જૈન શ્વેતાંબર ખરતરગચ્છ સંઘના પરમપૂજ્ય ગચ્છગણીની મારવાડ જ્યોતિ સૂર્યપ્રકાશજી મ.સા. પરમ પૂજ્ય સ્નેહ સુરભી પૂર્ણપ્રભાશ્રીજી મ.સા.ના હસ્તે કરવામાં આવ્યું હતું. ખરતરગચ્છ સંઘના પ્રદીપભાઈ જૈને મહેમાનોને આવકાર આપ્યો હતો. તંત્રી જયંતિલાલ શાહ, ભારત જૈન મહામંડળના પ્રચાર મંત્રી પ્રશાંતભાઈ ઝવેરીનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હેમેન્દ્રભાઈ શાહ, હિતેશ શાહ તથા સંઘના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. તંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૨૩ વર્ષથી પર્યુષણનો અંક પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ અંકમાં જૈન સમાજને જાગૃત રાખવા માટે એક સવાલ પૂછવામાં આવે છે અને અલગ અલગ સમાજના જૈન શ્રેષ્ઠીઓના અભિપ્રાય લેવામાં આવે છે. આ વર્ષે પર્યુષણ અંકને સારો પ્રતિસાદ મળ્યો હતો. જૈન શ્રેષ્ઠી પ્રદીપભાઈ જૈનનું પાઘડી, શાલ અને માળથી જૈન સમાજ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગચ્છગણીની મારવાડ જ્યોતિ સૂર્યપ્રકાશશ્રીજી મ.સા.એ તંત્રીશ્રીને આર્શીવાદ આપ્યા હતા અને કહ્યું હતું કે, સમાજને જાગૃત રાખવાનું કાર્ય પત્રકારો જ કરી શકે. મુંબઈ જૈન પત્રકાર સંઘ વધારે કાર્યશીલ બને તેના માટે મારા આર્શીવાદ છે. આ. હંસરત્નસૂરીશ્વરજી મ.સા.એ છઠ્ઠી વખત ૧૮૦ ઉપવાસનું પારણું કર્યું હતું. આ પ્રસંગે ભારત જૈન મહાડમંળના પ્રમુખ રાકેશ મહેતા, મુંબઈ જૈન પત્રકાર સંઘના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા, પ્રશાંતભાઈ ઝવેરીએ ગુરુમહારાજને શાતા પૂછી હતી. તંત્રી જયંતિલાલ શાહને જૈન સમાજની પત્રકાર દ્વારા સેવા કરવા માટે શુભેચ્છા આપી હતી.
ટિપ્પણીઓ